"Nothing is Impossible...
The word itself
says
'I' m Possible..."
To achieve any milestone
Always learn to walk alone,
The crowd snatches our identity
But when we walk alone, we have a new
Get recognition .....
-Mauli
(कोई भी मुकाम हासिल करने के लिए
हमेशा अकेले चलना सीखो,
भीड़ हमारी पहचान छीन लेती हैं
पर अकेले चलने पर हमे एक नई
पहचान मिलती हे.....)
-मौली
પ્રાચીનકાળથી જ દીકરીનો મહિમા કરવામાં આવે છે. જેથી દીકરીને સાપનો ભારો, માથાનો બોજ અને પારકી થાપણ વગેરે માનવામાં આવે છે, માટે કહેવામાં આવે છે કે,
દીકરો આરસ છે તો, દીકરી પારસ છે.
દીકરો અલ્પ છે તો, દીકરી વિકલ્પ છે.
દીકરો આગ છે તો, દીકરી બાગ છે.
દીકરો તન છે તો, દીકરી મન છે.
દીકરો સંસ્કાર છે તો, દીકરી સંસ્કૃતિ છે.
દીકરો આનંદ છે તો, દીકરી પરમાનંદ છે.
દીકરો દવા છે તો, દીકરી દુઆ છે.
આવી ઘણી બધી વાતો દીકરા અને દીકરી વિષે કરવામાં આવે છે.
"જરા સહેલાઈથી મુસ્કુરાયને જોજો,
દિલ પર લાગેલા પહેરેદારને જોજો,
જિંદગી ખીલી ઉઠશે."
દીકરી: "દીકરી એટલે બળતી બપોરે ટાઢા પાણીની છાલક."
એવું માનવામાં આવે છે કે,
જ્યાં સુધી દીકરાના લગ્ન ના થયા હોય ત્યાં સુધી જ તે માતા-પિતાનો રહે છે પણ દીકરી આજીવન એટલે કે હંમેશા માતા-પિતાની જ રહે છે. દીકરી એ પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે.
એવી કહેવત છે કે,
"બાપ તેવા બીટા અને વડ એવા ટેટા."
છતાંય પણ પિતાને દીકરી ખુબ વ્હાલી હોય છે, કેમ કે દીકરીને વ્હાલનો દરિયો માનવામાં આવે છે.
સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે, દુહિતા એટલે કે ગાય દોહનારી. પહેલાના સમયમાં લોકો ગાયોને ઘરે-ઘરે પાળતા હતા અને તેને દોહવાની જવાબદારી દીકરીઓની હતી. સાથે-સાથે દીકરી ઘર કામ પણ કરતી હોય છે અને સાથે ભણતી પણ હોય છે, તમામ ક્ષેત્ર માં દીકરી દીકરા કરતા આગળ નીકળવા લાગી છે.
"દીકરો માતા-પિતાને સ્વર્ગમાં લઇ જાય છે જયારે દીકરી તો સ્વર્ગને જ ઘરે લઇ આવે છે."
સૃષ્ટિનો બસ એક કે પોકાર છે, દીકરી બચાવી કરો ઉદ્ધાર.
દીકરી માટે પંક્તિ છે કે,
"દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,
એ સુવે ને રાત થાય ને જાગે તો સવાર."
"બાપના શરીરની બહાર હરતું ફરતું હૃદય એનું નામ દીકરી."
"જ્યારે ઘરમાં અંધકાર છવાઈ જાય છે ત્યારે દીકરી દીવડો લઇ ને આવે છે તેનાથી આખું ઘર પ્રકાશિત થઇ જાય છે તેનું નામ છે દીકરી."
"ભગવાન પાછળના જન્મમાં કરેલા પુણ્યની રસીદ આ જન્મમાં દીકરીના રૂપે આપે છે, માટે વાતથી કહેજો કે મારા ઘરે દીકરી છે."
-Mauli
One day I do not
get success,
but i you are determined,
one day you
will definitely meet...
"Speaks 5 likes to yourself every morning.
1. I am the Best.
2. I can do it.
3. Good is always with me.
4. I am winner.
5. Today is my day."